logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ ની ખેડૂતો મનમાની પોલીસ પણ ખેડૂતો નુ કઈ સાંભળતી નથી જેમ કંપની કે સે એમ કરે છે

મારું નામ ગીતા ખીમજી ભ્રાસડીયા છે ગામ નારણસરી મારા ખેતર માં પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ નામની કંપની મારી પરમિશન લીધા વિના પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ને મારા ખેતર સુર્વે નંબર 196/1 ખાતા નંબર 321 ગામ ચાંદ્રોડી તાલુકો ભચાઉ સીમ માં આવેલું સે એમાં કંપની અને પોલીસ મનમાની કરી ને મારી પરમિશન લીધા વિના વીજ ટાવર અને કોરિડોર નાખી ને ગયા સે હજી સુધી અમને કઈ વળતર કે પાક નુકસાની ના હજી સુધી કઈ આપ્યું નથી અને અમે પાવરગ્રીડ ના અધિકારી MR હેમંત આર્ય ને કેટલી વાર કીધું કે તમે મને કંપની ના લેટર પર લેખિત માં આપો કે મારી જમીન માં કેટલા મીટર કોરિડોર કે ટાવર ની જગ્યા અને કેટલા અમને કંપની આપશે પણ હજી સુધી લેખિત માં આપ્યું નથી અને પોલીસ પાસે પણ ગયા તા તો એ પણ કંપની ની તરફેણ માં બોલતા તા એટલે અમારે કોની પાસે જાઉં

0
32 views

Comment