logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ડીઝલ અછત મુદ્દે AAPનું છોટાઉદેપુર કલેક્ટર આવેદન, સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ

રાજ્યમાં સર્જાયેલી ડીઝલની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકો હાલની પરિસ્થિતિના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.



આવેદનપત્રમાં જણાવાયું છે કે ડીઝલની અછતને કારણે ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી છે. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો ચલાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ આર્થિક નુકસાન ભોગવી રહ્યા હોવાનું જણાવાયું છે.



આ ઉપરાંત વધતા પરિવહન ખર્ચના કારણે સામાન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા તેમજ વધતી મોંઘવારીને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે.



છોટાઉદેપુર,આવેદનપત્ર અંતે રાજ્ય સરકારને ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય લોકોના હિતમાં ઝડપથી નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.

5
6 views

Comment