logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો | ઉપેન્દ્રભાઈ રાઠવા પ્રમુખ, રાયસીંગભાઈ ભીલ ઉપપ્રમુખ

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપપ્રમુખ તરીકે રાયસીંગ ભાઇ ભીલ વિજેતા થયા.

રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા થયેલા સભ્યોની પ્રથમ બેઠક આજરોજ યોજાઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત નિ કુલ 32 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતા જ્યારે આમ આદમી પાર્ટી અને ૧૩ સભ્યો ચુંટાઈ આવ્યા હતા. આજે રોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુર ની પથક બેઠક નાયબ વિકાસ કમિશનર ના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા પ્રમુખ તરીકે પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ જિલ્લા પંચાયત બેઠક ઉપર વિજેતા થયેલા અને ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે પરવેટા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી વિજેતા થયેલા રાયસીંગ ભાઇ લલ્લુભાઈ ભીલને 19 મતો મળતા તેઓ વિજેતા થયા હતા. જિલ્લા પંચાયત છોટાઉદેપુર માં ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં એક અનરો ઉત્સાહ જોવા મળ્યો હતો જીતના અનેરા ઉત્સાહ વચ્ચે કાર્યકરોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ફરી એકવાર ભાજપના સંગઠન બળ અને જન સમર્થનનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અને નારણભાઈ રાઠવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ સહિત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



0
2 views

Comment