logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા ક્રેડિટ કો.ઓ. સોસાયટી લિમિટેડના પ્રમુખ પદે શ્રી લાલભાઈ મંત્રીની બિનહરીફ વરણી: ચોમેરથી અભિનંદનની વર્ષા.......

ચાણસ્મા ક્રેડિટ કો.ઓ. સોસાયટી લિમિટેડના પ્રમુખ પદે શ્રી લાલભાઈ મંત્રીની બિનહરીફ વરણી: ચોમેરથી અભિનંદનની વર્ષા.......

ચાણસ્મા સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા "ચાણસ્મા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડ" ના પ્રમુખ પદની મહત્વની જવાબદારી માટે શ્રી લાલભાઈ મંત્રી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમની આ વરણીથી સહકારી આલમ અને સ્થાનિક નગરજનોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.શ્રી લાલભાઈ મંત્રીના બહોળા અનુભવ અને કુશળ કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને તેમને આ સર્વોચ્ચ પદ સોંપવામાં આવ્યું છે. તેમની વરણી બદલ સંસ્થાના ડિરેક્ટરો, કર્મચારીઓ, સભાસદો તેમજ સ્નેહીજનો દ્વારા તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી "હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ" પાઠવવામાં આવી રહી છે.સૌએ આશા વ્યક્ત કરી છે કે તેમના સક્ષમ અને સફળ નેતૃત્વ હેઠળ ચાણસ્મા ક્રેડિટ કો.ઓ. સોસાયટી લિમિટેડ પ્રગતિના નવા શિખરો સર કરશે અને સંસ્થાની ઉત્તરોત્તર ઉન્નતિ થશે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

32
1121 views

Comment