મેંદરડાના માલણકા ગીર નાં બે તરૂણો ના ડેમમાં ડૂબી જતા મોત મધુવંતી ડેમ માં બનેલી ઘટના
મેંદરડા તાલુકાના માલણકા ગીર ના બે તરુણ મધુવંતી ડેમ માં ડૂબી જવાથી મોત નિપજ્યા છે આ બનાવની મેંદરડા પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આ બંને તરુણો માલણકા ગામના વતની એવા લાખાભાઈ ઉર્ફે રવિ કરમણભાઈ ગુજરીયા જાતે ગઢવી ઉંમર વર્ષ ૧૨ અને કાના ભાઈ ભુરાભાઈ લાલુ જાતે કાઠી દરબાર ઉંમર વર્ષ ૧૫ નો મધુવંતી ડેમ માં ડૂબી જવાથી ઘટના સ્થળે મોત નિપજયા હતા આ બંને તરૂણ નિત્યક્રમ મુજબ ઘરેથી ભેંસો લઈને અલગ-અલગ સ્થળોએ તે ચરાવતા હોય છે તે દરમિયાન ભેંસો મધુવંતી ડેમ આવી ગયેલ હતી ત્યારે ભેંસો ડેમના પાણીમાં ઉતરી જતા ભેંસોને પાણી માંથી બહાર કાઢવા માટે આ તરુણો એક પછી એક ડેમના પાણીમાં ઉતરતા ડૂબવા લાગ્યા હતા આસપાસ કોઈ પણ વ્યક્તિ ન હોવાથી બંને તરુણ ડૂબી ગયા હતા ત્યારબાદ ડેમ પર ભોળાભાઈ ધાનાભાઈ નામના વ્યક્તિને ખબર પડતાં સ્થળ તપાસ કરતા બંને તારણો પાણીમાં ગરકાવ થઈ ગયેલ માલુમ પડતા તાત્કાલિક આજુબાજુના લોકોને જાણ કરતા એકઠા થયા હતા દરમિયાન શોધખોળ આદરતા એક તરુણ ની બોડી મળેલ હતી અને બીજા તરુણ ની શોધખોળ ભારે જહેમત બાદ બોડી મળેલ હતી બાદમા આ બંન્ને તરુણની બોડીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા.આ બનાવની જાણ મેંદરડા પોલીસને થતા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી નિવેદન નોંધી મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ સહિત ના નિવેદન લઇ આગળની તજવીજ પી.એસ.આઇ કે એમ મોરી ચલાવી રહ્યા છે 🎤🎤 રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા ☎️-૯૯૨૪૩-૯૦૩૦૫