
રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રેલ રોકવા જતા જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો ની રેલ્વે
રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રેલ રોકવા જતા જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો ની રેલ્વે પોલીસ દ્વારા ઘરપકડ કરી. સરકાર અમારા થી ડરે છે તેથી પોલીસ ને આગળ કરી રહી છે - પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક સરકાર આંદોલનને કચડી ના શક્તા ખેડૂતો ને કચડી નાખ્યા છે જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા. ભારત સરકાર દ્વારા જયારથી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યાર થી દેશ માં ખેડૂતો આક્રમક બની દિલ્હી ની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર ખેડૂતો નું આંદોલન ને કચડી ન શકી એટલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી ના પુત્ર કપુતર પુત્ર દ્વારા શાંતી પુર્ણ રીતે આદોલન કરી રહેલ ખેડૂતો ઉપર લખીમપુર ઉત્તર પ્રદેશ માં ખાતે ગાડી ફેરવી અડફેટે લઇ ૮ ખેડૂતો ને મોતને ઘાટ ઉતારી શહીદ કર્યા છે તેથી સરકાર દ્વારા આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મિશ્રા ના પુત્ર સાથે કાયદેસર ની કાર્યવાહી ન કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ ટીપણી કરતા ગુનો નોંધી આરોપી ને ઘરપકડ કરવા માં આવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીદ્વારા રાજીનામું ન આપતા સંયુક્ત કિસાન મોરચા દિલ્હી ના આદેશ અનુસાર તા. ૧૮।૧૦।૨૦૨૧ ના રોજ રેલ રોકો આદોલન કરવા નો આદેશ હોઈ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા ધાનેરા ખાતે રેલ્વે સ્ટેશન ઉપર જઈ રેલ્વે રોકવા જતા રેલ્વે પોલીસ દ્વારા પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા,જીલ્લા મંત્રી ઉદેસીહ વાઘેલા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી, તાલુકા ઉપ પ્રમુખ દીપાભાઇ રબારી વગેરે સાથે મળી રેલ્વે રોકવા જતા ઘરપકડ કરવા માં આવી છે. વધું માં પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક જણાવે છે કે સરકાર અમારી થી ડરે છે તેથી પોલીસ ને આગળ કરી શાંતિ પૂર્ણ રીતે આદોલનકરવા દેતી નથી અને અમો ખેડૂત ના આગેવાનો ના વરંવાર અટકાયત કરી રહી છે પરંતુ અમો સરકાર અને પોલીસ થી ડરવા ના નથી ડબલ તાકાત થી ખેડૂતો માટે કામ કરતા રહીશું અને ખેડૂતો ના પ્રશ્નો ને વાચા આપવા ના કામ કરતા રહીશું. પુખરાજ પંડ્યા ધાનેરા