logo

ગુજરાત પોલીસ ની માગણી ના સમર્થન માં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરા હાઇવે ચક્કાજામ કર્યા

ગુજરાત પોલીસ ની માગણી ના સમર્થન માં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરા હાઇવે ચક્કાજામ કર્યા એક બાજુ અન્નદાતા કિશાન અને બીજી બાજુ પોલીસ જવાન મજબુરી માં આંદોલન કરી રહ્યા છે, જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ભારત સરકાર દ્વારા ખેડૂતો વિરોધી ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા છે ત્યાર થી દેશ માં ખેડૂતો આક્રમક બની દિલ્હી ની બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે અને ગુજરાત માં બીજી બાજુ પોલીસ જવાનો પોતાના વિવિધ ૧૫ માગણી કરી રહ્યા છે અને ટુંક સમયમાં પોલીસ દ્વારા આંદોલન કરવા માં આવે તો નવાઈ પમાડે તેવું નથી કારણ કે જયારે ચોવીસ કલાક ટાઢ,તડકો, વરસાદ ની પરવા કર્યા વગર ખેડૂતો ખેતરમાં મહેનત કરી દેશ નો કોઈ જીવ ભુખ્યો ન સુવે તેની ચિંતા કરી દેશ ના અન્ના ના ભંડાર ભરી નાખે છે અને બીજી બાજુ સતત ચોવીસ કલાક દેશ ની સુરક્ષા કરી દુશ્મન ની ગોળી થી ડર્યા વગર કાયદા અને વ્યવસ્થા ખાતર ખૂદ શહીદ થાય છે પરંતુ દેશ ના આમ આદમી ની રક્ષા કરી રહ્યા છે તેવા પોલીસ જવાનો ની માગણી સરકાર ધ્યાન લેતી નથી તેથી પોલીસ આંદોલન કરવા તરફ જઇ રહ્યા છે તેથી આજરોજ રાષ્ટ્રીય કિસાન સંગઠન-ગૂજરાત પ્રદેશ ના આદેશ અનુસાર ગુજરાત પોલીસ ના સમર્થન માં ધાનેરા ખાતે રેલ્વે ઓવરબ્રીજ હાઇવે ઉપર બેસીને ચકકાજામ કરી સરકાર નો વિરોધ કરી જય જવાન જય કિશાન ના નારા લગાવી પોલીસ ની માગણી ના સમર્થન માં ચકકાજામ કર્યા હતાં અને પોલીસ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી, તાલુકા ઉપ પ્રમુખ દીપાભાઇ રબારી, તાલુકા યુવા ઉપ પ્રમુખ કિર્તીભાઈ ચૌધરી,ધાનેરા પ્રમુખ જગદીશભાઈ ઉકાભાઈ તરક ની સાથે બીજા ૧૫ કરતા વધુ કાર્યકર્તા ની ઘાનેરા પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી હતી અને રાષ્ટ્રિય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા પોલીસ ના સમર્થન માં ગુજરાત ના રાજયપાલ ને આવેદનપત્ર મામલતદાર દ્વારા આપવામાં આવેલ છે વધું માં જીલ્લા પ્રમુખ વી.કે.કાગ જણાવે છે કે છે આજે દેશ માં જય જવાન જય કિસાન રોડ ઉપર આવી માગણી માટે આંદોલન કરવુ પડે તે લોકશાહી દેશમાં કમનશીબ છે

39
14834 views
  
56 shares